ઝિમ્બાબ્વે ડોલરના કાળાબજાર

Wednesday 11th May 2022 06:55 EDT
 
 

હરારેઃ ઝિમ્બાબ્વે ડોલરના કાળા બજારના કારણે થતા નાણાંના અવમૂલ્યન અંગે જાગરૂકતા દાખવીને શનિવારે ઝિમ્બાબ્વે સરકારે ધિરાણ આપવાનું બંધ કરવા માટે બેન્કોને તાકીદ કરી છે. ઝિમ્બાબ્વેના પ્રમુખ એમર્સન મનાંગાગ્વાએ અજાણ્યા સટોડિયાઓ પર ઝિમ્બાબ્વે ડોલરને ફુગાવાથી નીચા વ્યાજદરે લેવાનો અને તેને વિદેશી વિનિમયમાં વાપરવાનો આરોપ મૂક્યો છે.

2009માં જ્યારે અતિ ફુગાવાના કારણે સ્થાનિક ચલણનો ત્યાગ કરવો પડ્યો હતો તે પછી 2019માં તે પુનઃ પ્રાપ્ત કરી લીધું હતું. વર્ષોવર્ષ ફુગાવો વધી રહ્યો છે. જાન્યુઆરીમાં જે 60.6 ટકા હતો તે વધીને એપ્રિલમાં 96.4 ટકાએ પહોંચ્યો છે. ઝિમ્બાબ્વે ડોલરના કાળા બજારના લીધે અર્થતંત્ર પર પડતી નકારાત્મક અસરો અંગે સરકારે કડકાઈથી કામ લેવાનું શરૂ કર્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter