ઝિમ્બાબ્વેના પ્રેસિડેન્ટે પોતાની મુદત વધારી

Tuesday 14th July 2026 13:18 EDT
 
 

હરારેઃ ઝિમ્બાબ્વેના 83 વર્ષીય પ્રેસિડેન્ટ એમર્સન એમનાન્ગાગ્વાએ પ્રેસિડેન્ટની ડાયરેક્ટ ચૂંટણી રદ કરતા, આગામી ચૂંટણી મોડી કરતા અને પોતાની હોદ્દાની મુદત વધારતા બંધારણીય સુધારા પર હસ્તાક્ષર કરી તેને કાયદાનું સ્વરૂપ આપી દીધું છે. પ્રેસિડેન્ટ એમનાન્ગાગ્વાએ અગાઉ, 2028માં તેમની બીજી અને આખરી મુદત પૂર્ણ થવા સાથે હોદ્દાનો ત્યાગ કરવાની બાહેંધરી આપી હતી. જોકે, બંધારણીય સુધારા સાથે તેઓ હવે 2030 સુધી હોદ્દા પર રહી શકશે.

પ્રેસિડેન્ટ એમનાન્ગાગ્વાની શાસક ZANU-PF પાર્ટી અને કેટલાક વિપક્ષી સભ્યોએ પાર્લામેન્ટમાં સુધારાઓ પસાર કરાવ્યા પછી, વર્તમાન પ્રેસિડેન્ટ વધુ સમય પર સત્તા પર રહી શકે તે માટે બંધારણીય સુધારો કરાવવામાં ઝિમ્બાબ્વે વધુ એક દેશ બન્યો છે.બંધારણીય સુધારા અનુસાર ઝિમ્બાબ્વેમાં પ્રેસિડેન્ટ અને પાર્લામેન્ટના સભ્યોની મુદત પાંચ વર્ષના બદલે સાત વર્ષની થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter