ડિજિટલ ઉપકરણોમાંથી ડેટાસંગ્રહની ટેક્સ ઓથોરિટીની યોજના સામે કેન્યનોમાં રોષ

Wednesday 25th May 2022 06:48 EDT
 
 

નાઈરોબીઃ ટેક્સ અને ફાઈનાન્સિયલ ફ્રોડનો સામનો કરવા દેશના નાગરિકોના ડિજિટલ સાધનોમાંથી ડેટા મેળવવાની ટેક્સ ઓથોરિટીની યોજના જાહેર કરાયાના પગલે કેન્યાવાસીઓ દ્વારા તીવ્ર વિરોધ કરાઈ રહ્યો છે. નિષ્ણાતો આ પગલાંને ગેરકાયદે, ગેરબંધારણીય અને દખલગીરી સમાન ગણાવી રહ્યા છે. કેન્યનોને રોષ છે કે ખુદ રેવન્યુ ઓથોરિટી ભ્રષ્ટાચારથી ખદબદે છે.
કેન્યા રેવન્યુ ઓથોરિટી (KRA)એ સોફ્ટવેર સપ્લાયર્સને ટેન્ડર નોટિસ આપી છે કે ઈમેઈલ્સ, ડેસ્કટોપ્સ, લેપટોપ્સ, ટેબ્લેટ્સ, હાર્ડ ડિસ્ક્સ, માઈક્રો- SIM ID ક્લોનિંગ કાર્ડ્સ, તમામ ઓપરેટિંગ સિસ્ટમ્સના સ્માર્ટફોન્સ તેમજ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના ડેટાસંગ્રહના સ્કેનિંગ કરવાને સક્ષમ રહે તેવી એપ્લિકેશન્સ સાથેનું સોફ્ટવેર જોઈએ છે. આવું સોફ્ટવેર 280,000 ડોલરના ખર્ચે ખરીદવાનું છે.
આફ્રિકામાં ડેટા પ્રોટેક્શન કાયદા ધરાવતા ગણ્યાગાંઠ્યા દેશોમાં એક કેન્યામાં આ હિલચાલથી નાગરિકોમાં ભારે રોષ અને ગભરાટ ફેલાયો છે. ટેક્સ ઓથોરિટીએ ગત નવેમ્બરમાં જાહેર કર્યું હતું કે ટેક્સ ચૂકવ્યા વિના જ પોતાની વૈભવી જીવનશૈલી, લક્ઝરી કાર્સ અને એસેટ્સ વિશે ટ્વિટર, ફેસબૂક, ટિકટોક, ઈન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને વોટ્સએપ પર મીડિયા પોસ્ટનું મોનિટરિંગ કરશે અને કસૂરવાર કેન્યનોની ધરપકડ કરાશે. ગૂગલ અને Safaricom સંમતિ વિના KRAને ઈમેઈલ્સ, ટેક્સ્ટ્સ અને કોલ્સ તપાસવા દેશે નહિ.
કોવિડ-19 પછી ઘણા કેન્યન નાગરિકોએ પોતાની પ્રોડક્ટ્સ વેચવા ફેસબૂક માર્કેટપ્લેસ, વોટ્સએપ ફોર બિઝનેસ, ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર જેવા સોશિયલ કોમર્સ પ્લેટફોર્મ્સનો ઉપયોગ શરૂ કર્યો છે. KRની હિલચાલને નિષ્ણાતો ગેરકાયદે, ગેરબંધારણીય અને દખલગીરી ગણાવતા કહે છે કે નેશનલ ઈન્ટેલિજન્સ સર્વિસે કોઈ પણ પ્રકારની માહિતી પર જાસૂસી કરવા ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસની મંજૂરી તથા કોર્ટ વોરન્ટ આવશ્યક છે. ઉપયોગકર્તાની સંમતિ વિના પ્રાઈવેટ ડેટા પર નજર રાખવાનો કોઈ અધિકાર નથી.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter