ડો. સુધીર રૂપારેલિયાને રિસ્પોન્સિબલ ઈન્વેસ્ટમેન્ટ ગ્લોબલ એવોર્ડ

Tuesday 05th May 2026 13:35 EDT
 
 

મૂળ ભારતીય અને યુગાન્ડાના સૌથી ધનવાન બિલિયોનેર ડો. સુધીર રૂપારેલિયાને યુગાન્ડાના પ્રોપર્ટી ડેવલપમેન્ટ ચેમ્પિયન તરીકે 2025-2026નો પ્રતિષ્ઠિત રિસ્પોન્સિબલ ઈન્વેસ્ટમેન્ટ ગ્લોબલ એવોર્ડ એનાયત કરાયો છે જે યુગાન્ડાના રીઅલ એસ્ટેટ સેક્ટર માટે સીમાચિહ્ન સિદ્ધિ છે. પબ્લિક ઓપિનિયન્સ દ્વારા એનાયત આ એવોર્ડ પ્રોપર્ટી ડેવલપમેન્ટ ઈન્ડસ્ટ્રીને અભૂતપૂર્વ યોગદાનની કદર કરે છે. ડો. રૂપારેલિયા આ ઉભરતા માર્કેટમાં અગ્રણી છે. તેમના ઈન્વેસ્ટમેન્ટ્સ રીઅલ એસ્ટેટ સુધી સીમિત નથી, તેમાં એજ્યુકેશન, એગ્રીકલ્ચર અને હોસ્પિટાલિટીનો પણ સમાવેશ થાય છે. ડો. રૂપારેલિયાના નોંધપાત્ર યોગદાનોને ધ્યાનમાં રાખી તેમને 2025-2026 યુગાન્ડા ડેવલપમેન્ટ ચેમ્પિયન્સ હોલ ઓફ ફેમ પોસ્ટર 2026માં સ્થાન અપાયું છે. તેઓ યોવેરી કાગુટા મુસેવેની, ડો. એડવર્ડ સ્સેન્ગોઝી ડામુલિરા અને ડો. ડાયના એટ્વિને સહિત નવ અન્ય ડેવલપમેન્ટ ચેમ્પિયન્સ ગ્રૂપમાં સામેલ થયા છે. યુગાન્ડામાં જન્મેલા સુધીર રૂપારેલિયાના પરિવારે 1970ના દાયકાની શરૂઆતમાં ઈદી અમીનના શાસનમાં શરણાર્થી તરીકે યુનાઈટેડ કિંગ્ડમમાં સ્થળાંતર કરી જવું પડ્યું હતું. 1980ના દાયકાની મધ્યમાં યુગાન્ડામાં રાજકીય સ્થિરતા આવતા સુધીર રૂપારેલિયા યુગાન્ડા પરત આવ્યા હતા અને સમયાંતરે બિલિયન ડોલર્સના વેપારી સામ્રાજ્યનું સર્જન કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter