દ. આફ્રિકાના ભારતીયો મોદીનું ભવ્ય સ્વાગત કરશે

Thursday 16th June 2016 05:02 EDT
 
 

જ્હોનિસબર્ગઃ પ્રવાસી ભારતીયો અને દક્ષિણ આફ્રિકન ભારતીય વંશજોનું પ્રતિનિધિત્વ કરનારાં સાંસ્કૃતિક જૂથોએ આગામી મહિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દક્ષિણ આફ્રિકા યાત્રા દરમિયાન તેમનું ભવ્ય સ્વાગત કરવાની યોજના બનાવી છે. 'એસએ વેલકમ્સ મોદી સમિતિ' દ્વારા આયોજિત કરવામાં આવનારા આ કાર્યક્રમ અંતર્ગત ભારતીય અને આફ્રિકન નૃત્ય અને સંગીતના એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

આ સમિતિ દ્વારા એક નિવેદનમાં કહેવાયું છે કે, 'આ પ્રવાસ દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે ખાસ સંબંધોમાં ઐતિહાસિક ર્ટિંનગ પોઈન્ટ બની રહેશે.' અહીં આ પ્રથમ ઘટના હશે જ્યાં એક ભારતીય વડા પ્રધાન એક વિશાળ જનસભાને સંબોધન કરશે.

નિવેદનમાં કહેવાયું છે કે, 'દક્ષિણ આફ્રિકામાં ભારતની સાથે ગહન સંબંધો પાંચ પેઢીથી પણ વધારે જૂના છે અને આ ત્યારથી છે જ્યારે બે વૈશ્વિક હસ્તીઓ-મહાત્મા ગાંધી અને નેલ્સન મંડેલાએ સ્વતંત્રતા તેમજ લોકતંત્રના નવા આદર્શોને જન્મ આપ્યો. ગાંધીજીએ એક શતક પહેલાં અંગ્રેજોની ભેદભાવની દમનકારી નીતિ વિરુદ્ધ પોતાનું સત્યાગ્રહ અભિયાન દક્ષિણ આફ્રિકામાં શરૂ કર્યું હતું અને તેને ભારત લઈને ગયા જેનાથી દેશને આઝાદી મળી. મંડેલાએ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે કેવી રીતે ગાંધીજીના વિચારોનો તેમના પર પ્રભાવ પડયો અને દાયકાઓ બાદ દક્ષિણ આફ્રિકામાં લોકતંત્રની સ્થાપના થઈ.'

આ સમિતિ દ્વારા એક વેબસાઈટ લોન્ચ કરાઈ છે, જેમાં સભ્યોની નોંધણી કરવામાં આવી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter