જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ સીરિલ રામફોસાએ ભ્રષ્ટાચારના આક્ષેપો મુદ્દે 67 વર્ષીય પોલિસ મિનિસ્ટર સેન્ઝો મેહુનુની તત્કાળ હકાલપટ્ટી કરી છે. સેન્ઝોને ગયા વર્ષે ઈલેક્શન પછી પોલિસ મિનિસ્ટર બનાવાયા હતા. સ્થાનિક મીડિયા અનુસાર સેન્ઝો વર્તમાન પ્રેસિડેન્ટ રામફોસાના અનુગામી બનવા આફ્રિકન નેશનલ કોંગ્રેસના જમણેરી જૂથના ઉમેદવાર બનવાની શક્યતા હતી.
સેન્ઝોએ ભ્રષ્ટાચારના આક્ષેપો ફગાવ્યા હતા. પ્રમુખ રામફોસાએ જ્યુડિશિયલ કમિશન ઓફ ઈન્ક્વાયરીની સ્થાપના કરી છે જેનો રિપોર્ટ 3થી 6 મહિનામાં આવી શકે છે. ક્વાઝુલુ-નાતાલ પ્રોવિન્શિયલ કમિશનર લેફ્ટનન્ટ-જનરલ ન્હલાન્હાલા મખ્વાનાઝીએ 6 જુલાઈએ સેન્ઝો મેહુનુએ ભ્રષ્ટાચારના શકમંદ પાસેથી નાણા મેળવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.