દક્ષિણી આફ્રિકામાં બળતા પાકથી ભૂખમરાનો ભય

Tuesday 23rd April 2024 01:44 EDT
 
 

હરારેઃ દક્ષિણી આફ્રિકામાં દુકાળનું બિહામણું સ્વરૂપ બહાર આવી રહ્યું છે. સિંચાઈની અપૂરતી વ્યવસ્થાના કારણે પાક બળી રહ્યાં છે અને મકાઈનાં મોટા ભાગના ખેતરો સૂનાં પડ્યા છે અને માંડ બે મહિના ચાલે તેટલી મકાઈનો પાક મળે તો પણ લોકો પોતાને નસીબદાર ગણાવે છે. ઝામ્બીઆ, માલાવી અને ઝિમ્બાબ્વેએ તો કટોકટીની પરિસ્થિતિ જાહેર કરી છે.

દક્ષિણી આફ્રિકા અલ નીનોની અસર હેઠળ વર્ષોથી દુકાળનો સામનો કરી રહ્યું છે. સમગ્ર વિશ્વમાં 2023માં અલ નીનોની અસર હેઠળ વિક્રમી ગરમી અનુભવાઈ છે. રાહતસહાય એજન્સી ઓક્સફામે ચેતવણી આપી છે કે સધર્ન આફ્રિકામાં દુકાળના લીધે 24 મિલિયનથી વધુ લોકો ભૂખ, કુપોષણ અને પાણીની અછતનો સામનો કરી રહ્યા છે. માલાવી જેવા દેશમાં અનાજના સ્રોતો ખતમ થવાથી પાકની ચોરીની સમસ્યાઓ થઈ છે. લોકો અન્યોના મકાઈના ખેતરોનું રક્ષણ કરીને જીવનનિર્વાહ કરી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter