દેશનિકાલ લોકોને આશ્રયની યુકેની સ્કીમ માટે રવાન્ડાના ભૂતકાળથી ચિંતા

Tuesday 25th January 2022 15:08 EST
 
 

લંડનઃ યુકે સરકાર કથિત રીતે પુનર્વસન અને પ્રક્રિયા માટે આશ્રય મેળવવા ઈચ્છતા લોકોને બે આફ્રિકન દેશોમાં મોકલવાનું વિચારી રહી છે તેમાં રવાન્ડા એક છે. તે અગાઉ ઇઝરાયલને સાંકળતા અત્યંત વિવાદાસ્પદ માઈગ્રન્ટ ડિપોર્ટેશન સ્કીમમાં સંડોવાયેલો હતો. જોકે ટાઇમ્સના અહેવાલ પછી થોડી વિગતો બહાર આવી છે કે માઈગ્રન્ટ્સને ઘાના અને રવાન્ડા મોકલી શકાય છે.

જોકે, ઇઝરાયેલમાંથી દેશનિકાલ કરાયેલા આફ્રિકનોને પોતાને ત્યાં સમાવવામાં રવાન્ડાની અગાઉની સંડોવણીને લીધે યુકેનું ફંડિંગ હોવા છતાં તેની પાસે પૂરતા સંસાધનો અથવા તો તે દેશનિકાલ કરાયેલા લોકોને સાચવવાની તેની તૈયારી પણ છે કે કેમ તે અંગે ગંભીર ચિંતા ઊભી કરે છે.

બ્રિટિશ મિનિસ્ટર્સ દ્વારા વિચારણા હેઠળની દરખાસ્તોમાં બે આફ્રિકન દેશોમાં લોકોને મોકલી શકાય તેવા સૂચનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાં ચેનલ પાર કરતી નાની બોટોને પાછી મોકલવા માટે સશસ્ત્ર દળોનો ઉપયોગ કરવાનો પણ સમાવેશ થાય છે.

રવાન્ડાના સમાવેશથી ઘણાં રોષે ભરાય તેવી શક્યતા છે.

૨૦૧૪ અને ૨૦૧૭ વચ્ચેની ‘વોલન્ટરી ડિપાર્ચર‘ સ્કીમ હેઠળ લગભગ ૪,૦૦૦ લોકોને ઈઝરાયલથી દેશનિકાલ કરીને રવાન્ડા અને યુગાન્ડા મોકલાશે. તેમાંના લગભગ તમામ લોકોએ તત્કાળ દેશ છોડી દીધો હોવાનું મનાય છે. ઘણાં લોકોએ માનવ તસ્કરીના રુટ્સ મારફતે યુરોપ પાછા ફરવાનો પ્રયાસ કરી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter