નાઇજરઃ પશ્ચિમ આફ્રિકાના નાઇજરમાં 25 એપ્રિલ 2025માં મૂળ ઝારખંડના પાંચ ભારતીય કામદારોનું મિલિટન્ટ્સ દ્વારા અપહરણ કરાયું હતું. ભારતના વિદેશ મંત્રાલયના પ્રયાસોના પગલે આઠ મહિના બાદ તેમની મુક્તિ શક્ય બની છે. નાઇજરમાં કલ્પતરૂ પાવર ટ્રાન્સમિશન લિમિટેડ માટે ઝારખંડના ગિરિદિહ જિલ્લાના બગોદર ગામના સંજય માહતો, રાજુ માહતો, ચંદ્રિકા માહતો, ફલજિત માહતો અને ઉત્તમ માહતો કામ કરી રહ્યાં હતાં. ઝારખંડના માઇગ્રન્ટ કન્ટ્રોલ રૂમે જણાવ્યું હતું કે, પાંચેય ભારતીય સુરક્ષિત છે અને તેમને ભારત પરત લાવવાની વ્યવસ્થા ગોઠવાઇ રહી છે.

