નાઇજિરિયામાં ઈસ્લામિક ત્રાસવાદી હુમલોઃ 29ના મોત, ઘરો સળગાવાયાં

Wednesday 29th April 2026 08:45 EDT
 

અબુજાઃ નાઈજિરિયાના ઉત્તરપૂર્વીય આડામાવા રાજ્યના અંતરિયાળ ગુયાકુ ગામ પર સશસ્ત્રઈસ્લામિક ત્રાસવાદીઓએ હુમલો કરીને 29 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા તેમજ ચર્ચ, વાહનો અને ઘરોને આગ ચાંપી હતી. ત્રાસવાદી સંગઠન ISILસાથે સંકળાયેલા પ્રાદેશિક સંગઠને કલાકો સુધી ચાલેલા આ હુમલા માટે જવાબદારી લીધી હતી.

આડામાવાના ગવર્નર અહમાદુ ઉમારુ ફિન્ટિરીએ શોકગ્રસ્ત સમુદાયની મુલાકાત લીધી હતી અને હુમલાની કઠોર નિંદા કરી હતી. ફિન્ટિરીએ જણાવ્યું હતું કે તેમનું વહીવટીતંત્ર મિલિટરી અને વિજિલન્સ ગ્રૂપ્સને સપોર્ટ ચાલુ રાખશે. વધુ હુમલાઓ થવાના ભયથી સંખ્યાબંધ પરિવારો આ વિસ્તાર છોડી રહ્યા છે. ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ લોકો રવિવારે રાત્રે ફૂટબોલ મેચ નિહાળવા એકત્ર થયા હતા ત્યારે ઈસ્લામિક સ્ટેટ સંગઠનના ત્રાસવાદીઓ ત્રાટક્યા હતા અને અંધાધૂધ ગોળીબારો કર્યા હતા.

ગુયાકુ પર હુમલો કરાયો હતો એ જ દિવસે નોર્થ-સેન્ટ્રલ નાઈજિરિયાના કોગી સ્ટેટના એક અનાથાશ્રમ અને શાળા પર સશસ્ત્ર હુમલાખોરો ત્રાટક્યા હતા અને 23 બાળકોનું અપહરણ કર્યું હતું. અપહ્યત બાળકોમાંથી 15ને પાછળથી છોડાવી લેવાયા હતા. આ વિસ્તારમાં ખંડણી માટે અપહરણો સામાન્ય બાબત છે. હજુ સુધી અપહરણો માટેની જવાબદારી કોઈ સંગઠને લીધી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter