પ્લેટુઃ મધ્ય નાઇજિરિયાના પ્લેટુ સ્ટેટની સીસાની એક ખાણમાં વિસ્ફોટ થતાં 38 ખાણિયાના મોત થયા હતાં અને 27ને ઇજા પહોંચી હતી. આ ઘટના પ્લેટુના બશર જિલ્લાની કમ્પાનિન ઝુરક ખાણમાં બની હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. મૃતકો ખાણમાં જમીન નીચે હતા જ્યાં સવારે ૭:૩૦ થી ૮:૦૦ વાગ્યાની વચ્ચે વિસ્ફોટ થયો હતો. ખાણ કામદારોના મૃત્યુનું કારણ કાર્બન મોનોક્સાઇડનો ઝેરી વાયુ જવાબદાર હોવાનું જણાવાયું છે.


