નાઇજીરિયામાં સશસ્ત્ર હુમલાઓમાં 200ની હત્યા, 500ને ઈજા

Wednesday 03rd January 2024 06:08 EST
 
 

બોક્કોસ (નાઇજીરિયા): પશ્ચિમી આફ્રિકન દેશ સેન્ટ્રલ નાઈજિરિયાના અંતરિયાળ ગામોમાં મિલિટરી જૂથો દ્વારા શ્રેણીબદ્ધ હુમલાઓમાં ઓછામાં ઓછાં 200 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા અને 500થી વધુ લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. મૃત્યુઆંક હજુ ઊંચે જવાની આશંકા છે. વર્ષોથી ધાર્મિક અને વંશીય તંગદિલી વચ્ચે આ હિંસા ખ્રિસ્તી પ્રભુત્વવાળાબોક્કોસ એરિયાથી બારકિન લાડી સુધી ફેલાઈ હતી.

આ સામૂહિક હત્યાકાંડ માટે દેશમાં ખેડૂતો અને વિચરતી જાતિઓ વચ્ચે કટોકટીને જવાબદાર માનવામાં આવે છે. 23 ડિસેમ્બર શનિવાર સાંજથી શરૂ થઈ 26 ડિસેમ્બર મંગળવારની સવાર સુધી ચાલેલા હુમલાઓમાં સશસ્ત્ર હુમલાખોરોએ મુખ્યત્વે ક્રિશ્ચિયન સહિત વિવિધ 20 ગામના સમુદાયને નિશાન બનાવ્યા હતા. તેઓએ કોઈપણ પ્રકારની ઉશ્કેરણી વગર હુમલો કર્યો હતો અને ઘરોને આગ લગાવી હતી. નોર્થવેસ્ટ અને સેન્ટ્રલ નાઈજિરિયાના ગાઢ જંગલોમાં થાણા ધરાવતા સશસ્ત્ર મિલિશિઆ લૂંટફાટ અને ગામવાસીઓના અપહરણ પછી બાનની રકમો માગવા લાંબા સમયથી હુમલાઓ કરતા રહ્યા છે. આફ્રિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં ખ્રિસ્તી અને મુસ્લિમો વચ્ચે વિભાજન વધી રહ્યુ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter