નાઇરોબીથી દૂર પહાડોની વચ્ચે મોરારિબાપુની કથા

Wednesday 22nd July 2015 09:19 EDT
 
 

પૂ. મોરારિબાપુની રામકથા ૧૮ જુલાઇથી નાઈરોબીથી ૧૨૦ કિ.મી દૂર અબેરડેરમાં શરૂ થઇ છે. નીલેશભાઇ જસાણી આ કથાના યજમાન છે. આ કથામાં ભારતમાંથી ૧૦૦થી વધુ સાહિત્યકારો અને લોકકલાકારો પણ પહોંચ્યા છે. અબેરડેર પહાડીઓ વચ્ચે વસેલો વિસ્તાર છે. આ કથામાં વરિષ્ઠ સાહિત્યકારો રઘુવીર ચૌધરી, વિનોદ જોશી, સાહિત્ય અકાદમીના પ્રમુખ ભાગ્યેશ જ્હા, માધવ રામાનુજ, નીતિન વડગામા, યુવા કવિ પ્રણવ પંડ્યા, લોકકલાકારો ભીખુદાન ગઢવી, કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહિર, કચ્છના જાણીતા ભજનિકો પણ આ કથામાં જોડાયા છે. રોજ કથા બાદ સાંજે સાહિત્ય અને લોકસાહિત્યના કાર્યક્રમોનું પણ આયોજન છે.

આ રામકથામાં ઉપલેટાના કલાકારો રાસની રમઝટ બોલાવશે. ૧૮૮૪માં આ વિસ્તારને રોયલ જીયોગ્રાફીકલ સોસાયટીના પ્રમુખ લોર્ડ અબેરડેર યાદમાં એમનું નામ અપાયું. એ યુનિર્વર્સિટી ઓફ વેલ્સના પ્રથમ કુલપતિ હતા. આ વિસ્તારમાં ગાઢ જંગલો છે અને નેશનલ પાર્ક પણ અહીં આવેલો છે જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. પાર્કમાં ચિત્તા, સિંહ, હાથી, જિરાફ જેવા પ્રાણીઓ જોવા મળે છે. આ વિસ્તારમાં જ મોરારિબાપુની કથાનું આયોજન કરવામાં આવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter