નાઈજિરિયાએ કેન્યા અને યુગાન્ડાની ડીગ્રીઓ પર પ્રતિબંધ લગાવ્યો

Tuesday 09th January 2024 12:40 EST
 

અબુજાઃ બનાવટી વિદેશી ડીગ્રીઓ પર ત્રાટકતા નાઈજિરિયાએ કેન્યા અને યુગાન્ડાની ડીગ્રીઓ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે. અગાઉ, બેનિન અને ટોગો દેશોમાંથી મેળવાયેલી ડીગ્રીઓ પર પ્રતિબંધ લગાવાયો છે. નાઈજિરિયાએ વિદેશમાંથી બનાવટી શૈક્ષણિક લાયકાતોને માન્યતા આપનારી એજન્સીઓ અને મિનિસ્ટ્રીઝ સામે સત્તાવાર તપાસ પણ આરંભી છે.

નાઈજિરિયાના એજ્યુકેશન મિનિસ્ટર તાહિર મમ્માને જણાવ્યું હતું કે તેઓ માત્ર બેનિન અને ટોગોથી અટકી જવાના નથી. કેન્યા અને યુગાન્ડાને પણ જાળમાં આવરી લેવાશે તેમજ આવી સંસ્થાઓ સ્થપાઈ રહી છે તો નાઈજરને પણ સામેલ કરી દેવાશે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે વિદેશમાંથી બનાવટી સર્ટિફિકેટ્સ મેળવનારા તરફ તેમને કોઈ સહાનુભૂતિ નથી. તેઓ ગુનાઈત ચેનલના વિક્ટિમ નહિ પરંતુ, તેનો હિસ્સો જ છે તેમની ધરપકડ થવી જોઈએ. તેમણે કહ્યું હતું કે આ પગલું નાઈજિરિયાના એમ્પ્લોયર્સને સુરક્ષા આપવા અને દેશના ક્વોલિફિકેશન્સની પ્રામાણિકતા જાળવી રાખવાનો હેતુ ધરાવે છે.

નાઈજિરિયાના અખબાર ડેઈલી નાઈજિરિયનના અંડરકવર રિપોર્ટર ઉમર ઓઉડુએ બેનિન યુનિવર્સિટીના ચાર વર્ષના પ્રોગ્રામની ડીગ્રી માત્ર બે મહિનાથી ઓછાં સમયમાં પ્રાપ્ત કરી હોવાના સનસનાટીભર્યા અહેવાલના પગલે સરકારે તત્કાળ નિર્ણાયક પગલાં લીધા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter