નાઈજિરિયામાં મસ્જિદ અને બજારમાં આત્મઘાતી વિસ્ફોટઃ ૬૦નાં મોત

Thursday 03rd May 2018 07:53 EDT
 

અબુજાઃ નાઈજિરિયામાં એક મસ્જિદ અને બજારમાં થયેલા આત્મઘાતી હુમલામાં ૬૦ લોકો માર્યા ગયા હતા. બંને હુમલા માટે બોકો હરામ જવાબદાર હોવાની શંકા સેવાઈ રહી છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ઈસ્લામી કટ્ટરપંથીઓનો સામનો કરવા વધુ મદદ આપવા પ્રતિબદ્ધતા જાહેર કર્યાના બીજા જ દિવસે બપોરે એકના સુમારે આ હુમલા થયા હતા.

અડામાવા રાજ્યના પાટનગરથી યોલાથી ૨૦૦ કિ.મી.ના અંતરે મુબીમાં કિશોરવયના હુમલાખોરોએ આત્મઘાતી વિસ્ફોટો કર્યા હતા. આત્મઘાતી હુમલામાં મૃતકોની સંખ્યાને મુદ્દે અસ્પષ્ટતા પ્રવર્તી રહી છે. નેશનલ ઈમર્જન્સી એજન્સીના જણાવ્યા મુજબ પોલીસ અને રેડક્રોસની સંયુક્ત ગણતરી મુજબ ૨૬ લોકો માર્યા ગયા હતા તો ૫૬ને ઈજા પહોંચી હતી. પરંતુ મુબી જનરલ હોસ્પિટલના સાધનોના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં ૩૭ મૃતદેહો આવ્યા હતા ને બાકીનાની શોધ જારી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter