નાઈરોબીની હિલ્ટન હોટલ ૫૩ વર્ષે બંધ

Wednesday 11th May 2022 06:34 EDT
 
 

નાઈરોબીઃ કેન્યાના પાટનગર નાઈરોબીના સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ(CBD)ના કેન્દ્રમાં આવેલી હિલ્ટન હોટલ ૫૩ વર્ષની સેવાઓ બાદ બંધ થવાના આરે છે. જોકે, તે પોતાની અન્ય કેટલીક બ્રાન્ડને જારી રાખશે. ખુદ સરકાર તેના 40.57 ટકા શેર ધરાવે છે. એના બંધ થવાની સાથે મોટી સંખ્યામાં તેના કર્મચારીઓ પણ છૂટા થશે.

થોડા સમય પૂર્વે ઇન્ટરનેશનલ હોટલ બંધ થઈ હતી તે બાદ આ મહત્ત્વની બીજી હોટલ બંધ થવાની અણી પર હોવાથી કેન્યાના હોસ્પિટાલિટી ઉદ્યોગનું ચિત્ર બદલાઈ રહ્યું છે. હિલ્ટન હોટલ માત્ર પ્રવાસન ઉદ્યોગ સાથે જ નહિ પરંતુ, નાઈરોબીના ઇતિહાસ સાથે સંકળાયેલી છે. કોવિડ-૧૯ દરમિયાન હોસ્પિટાલિટી ક્ષેત્રને ભારે ફટકો પડ્યો છે. CBDની વર્તમાન સ્થિતિ મુજબ હવે મોટી હોટલો માટે ત્યાં રહેવું યોગ્ય નથી બલકે પડકારજનક છે.

દેશની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા ઘટવાથી હોસ્પિટાલિટી અને પ્રવાસન ઉદ્યોગને ફટકો તો પડ્યો જ છે, પરંતુ તેના લીધે જે સંભવિત સ્થાનિક ગ્રાહકો છે તેમના પર વર્તમાન આર્થિક પડકારોનો ભાર પડવા લાગ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter