નૈરોબીમાં સાઉથ ઇન્ડિયન કલ્ચરલ સોસાયટી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

Tuesday 10th March 2026 12:37 EDT
 
 

નૈરોબીઃ કેન્યામાં નૈરોબી સ્થિત નવી રચાયેલી સાઉથ ઇન્ડિયન કલ્ચરલ સોસાયટીની કમિટી દ્વારા 28 ફેબ્રુઆરી 2026ના રોજ બ્રહ્મ સભા ઓડિટોરિયમ ખાતે સફળતાપુર્વક પ્રથમ કલ્ચરલ ઇવેન્ટનું આયોજન કરાયું હતું. કેન્યામાં સાઉથ ઇન્ડિયન કોમ્યુનિટીના સાંસ્કૃતિક વારસા અને ટેલેન્ટની ઉજવણી માટે આ ઇવેન્ટ યોજાઇ હતી. જેમાં હિન્દુ કાઉન્સિલ ઓફ કેન્યા એન્ડ તેલુગુ કલ્ચરલ એસોસિએશનના સુજાતા કોટમરાજુ, તમિલ કલ્ચરલ એસોસિએશનના ચેરપર્સન સુભશ્રી, કન્નડ કલ્ચરલ એસોસિએશનના ચેરમેન કિરણ ગુલવાડી અને કેરાલા એસોસિએશન ઓફ કેન્યાના જનરલ સેક્રેટરી મનોજ વોરિયર સહિતના મહાનુભાવો સામેલ થયા હતા. ઇવેન્ટમાં શ્રી બાલાજી ટેમ્પલ અને શ્રી અય્યપ્પા સેવા સમાજના કમિટી મેમ્બર્સની સાથે શ્રી મુરુગન કોઇલના ચેરમેન શેખર પણ હાજર હતા. ચેરમેન સુરજ ગોપીનાધનના નેતૃત્વમાં રચાયેલી નવી કમિટીના સભ્યોની વિધિવત ઓળખ કરાવ્યા બાદ બે કલાકનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter