પીટરમેરિટ્ઝબર્ગ રેલવે સ્ટેશન - ટ્રેનને ખાદીથી શણગારાશે

Thursday 17th May 2018 08:30 EDT
 

નવી દિલ્હી: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને દક્ષિણ આફ્રિકામાં તેમની 'વ્હાઇટ્સ ઓન્લી' કોચની ફર્સ્ટ ક્લાસની સીટ ન છોડવા બદલ ૧૨૫ વર્ષ અગાઉ જે સ્થળે ટ્રેનમાંથી ઉતારી મુકાયા હતા તે પીટરમેરિટ્ઝબર્ગ રેલવે સ્ટેશનને તથા ટ્રેનને ખાદીના કાપડથી શણગારવામાં આવશે. ગાંધીજી સાથે ૧૮૯૩માં બનેલી ઘટનાને આ વર્ષે ૭મી જૂને ૧૨૫ વર્ષ પૂરા થઇ રહ્યા છે. ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશનને ભારતીય હાઇ કમિશન, પ્રિટોરિયા અને કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા, ડરબન તરફથી ૪૦-૫૦ મીટર લાંબા અને ૩૬ ઇંચ પહોળા ખાદીના કાપડના ૪૦૦ મીટરના ઓર્ડર મળ્યા છે. આ નિમિત્તે દક્ષિણ આફ્રિકામાં યોજાનારા એક કાર્યક્રમમાં કેન્દ્રીય વિદેશ મંત્રી સુષમા સ્વરાજ પણ ઉપસ્થિત રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter