પૂર્વ સા. આફ્રિકન સ્પીકર સામે ભ્રષ્ટાચાર અને મનીલોન્ડરિંગના આરોપ

Tuesday 09th April 2024 04:39 EDT
 
 

પ્રીટોરીઆઃ સાઉથ આફ્રિકન પ્રોસિક્યુટર્સે ગુરુવાર 4 એપ્રિલે પાર્લામેન્ટના પૂર્વ સ્પીકર નોસિવિવે માપિસા-એનક્વાકુલા સામે ભ્રષ્ટાચાર અને મનીલોન્ડરિંગના આરોપ લગાવ્યા હતા. ડિફેન્સ મિનિસ્ટર તરીકે 2012થી 2021ના કાર્યકાળમાં કથિત ભ્રષ્ટાચારના આક્ષેપોના પગલે તેમણે બુધવારે જ પાર્લામેન્ટના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. ચાર્જીસ જાહેર કરાયા પછી પ્રીટોરીઆની મેજિસ્ટ્રેટ્સ કોર્ટે 67 વર્ષીય પૂર્વ સ્પીકર નોસિવિવે માપિસા-એનક્વાકુલાને જામીન મંજૂર કર્યાં હતાં. આ કેસની વધુ સુનાવણી 4 જૂને હાથ ધરાશે.

લીડ પ્રોસિક્યુટરે કોર્ટને જણાવ્યું હતું કે પૂર્વ સ્પીકર વિરુદ્ધ ભ્રષ્ટાચારના 12 અને મનીલોન્ડરિંગનો એક અપરાધ ચાર્જ કરાયો છે. મેજિસ્ટ્રેટે 50,000 રેન્ડ (2,678 ડોલર) રકમના જામીન મંજૂર કર્યા હતા. તેમનો પાસપોર્ટ કબજે લેવાયો હતો. તેમણે ડિસેમ્બર 2016થી જુલાઈ 2019ના ત્રણ વર્ષના ગાળામાં 135,000 ડોલર્સ અને મોંઘી વિગ સ્વીકાર્યાનો આક્ષેપ લગાવ્યો છે. તેમણે અન્ય105,000 ડોલરની લાંચની માગણી પણ કરી હતી જે પૂર્ણ કરાઈ ન હોવાનું પણ પ્રોસિક્યુટર્સે જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter