કમ્પાલાઃ એક સંસ્થા તરીકે અને વ્યક્તિગત રીતે સૌની નજર ચૂંટણી પંચ પર છે. ચૂંટણીના પરિણામ માટે તે જવાબદાર રહેશે. કોઈપણ પ્રકારની ધાક ધમકી, ભય કે ગેરરીતિ, ઉમેદવાર મુસેવેની જીત્યા હોય કે નહીં, તે ચૂંટણી પંચને પ્રમુખપદની ચૂંટણીના સાચા પરિણામો જાહેર કરવાથી દૂર રાખે તેવું ન થવું જોઈએ.
ચૂંટણીમાં ગેરરીતિ માટે વિરોધપક્ષ દ્વારા ઈલેક્ટોરલ કમિશન ભ્રષ્ટ થશે તેવું સરકારના વડાએ આપેલું નિવેદન કમનસીબ છે અને તે કદાચ જૂની પદ્ધતિ તરફ સંકેત કરનારું છે. પ્રમુખ કદાચ જાણતા ન હોય, તેમના જ જનરલે દુનિયાને જણાવ્યું હતું કે અગાઉની ચૂંટણીઓમાં તે સમયના ઈલેક્ટોરલ ચેરમેન દ્વારા જે પરિણામો જાહેર કરાતા હતા તે સત્તાવાર ન હતા. ચૂંટણીઓમાં ખોટા પરિણામો જાહેર કરવાની બાબતે કોર્ટમાં પિટિશનો ચાલી રહી છે.
૨૦૧૬ના પરિણામોમાં કિરુહુરા, સેમ્બાબુલે, નાકાસેકે અને કાઝો ડિસ્ટ્રિક્ટ્સમાં ૧૦૦ ટકા મતદાન નોંધાયું હતું. આ જગ્યાઓએ કોઈ રમત રમાઈ હોય તેવું બની શકે તે જાણવા માટે તમારે ચતુર હોવું જરૂરી નથી. ૨૦૧૬ની ચૂંટણી પછી તરત જ એક મિટીંગમાં જણાવાયું હતું કે ખાસ કરીને પરિણામોની જાહેરાત વખતે પ્રક્રિયાનો હવાલો સંભાળવામાં ચૂંટણી પંચ નિષ્ફળ રહ્યું હતું. ચૂંટણી પંચે આ બાબતે જોવાની જરૂર છે.
લોકો હજુ પણ ચૂંટણી પંચની વિશ્વસનીયતા વિશે શંકા સેવી રહ્યા છે તેવા સમયે સરકારના વડાનું આ નિવેદન અને ચેતવણી આવ્યા છે. ચૂંટણી પંચ અને જે શક્તિઓ છે તેમણે જાણી લેવું જોઈએ કે યુગાન્ડાવાસીઓ સતર્ક છે. તેઓ દરેક પગલાં અને થઈ રહેલી યોજનાઓ પર નજર રાખી રહ્યા છે અને તેઓ સત્ય સિવાય કશા સાથે સમાધાન નહીં કરે તે ખાતરીપૂર્વક કહી શકાય.