પ્રાણી સમજી અશ્વેત મહિલા પર ગોળીબાર

Wednesday 04th May 2022 08:15 EDT
 

લિંપોપોઃ લેફાલાલે શહેરમાં પાર્ટનર સાથે નદીમાં માછીમારી કરી રહેલી 38 વર્ષીય અશ્વેત મહિલા રામોકોને લિનાહ પર ગોળીબાર કરીને ઘાયલ કરવાના આરોપસર પોલીસે 77 વર્ષના શ્વેત દક્ષિણ આફ્રિકન પોલ હેન્ડ્રિક વાનઝીલની ધરપકડ કરી છે. મહિલાને હાથના ભાગે ઈજાઓ થઈ છે અને તેનો પાર્ટનર ગોળીબાર વખતે સંતાઈ ગયો હતો. આ કેસની આગામી સુનાવણી 18 મેએ યોજાશે.

પોલ ઉપર નેશનલ પ્રોસિક્યુટિંગ ઓથોરિટીની જોગવાઈઓ અનુસાર હત્યાના પ્રયાસનો આરોપ લગાવાયો છે. પોલે અદાલતમાં દલીલ કરી હતી કે વાનર વગેરે પ્રાણી હોવાનું સમજીને ભૂલમાં ગોળીબાર કર્યો હતો. પોલીસે આ ઘટના બની તે ફાર્મના માલિક પોલ પાસેથી પાસેથી બે રાઇફલો, એક રિવોલ્વર, એક પિસ્ટલ અને બે એરગન કબ્જે કરી છે. પોલને 1000 રેન્ડ (62 ડોલર)ના જામીન પર મુક્ત કરાતાં વિપક્ષ ઇકોનોમિક ફ્રીડમ ફાઇટર્સના સમર્થકોએ અદાલતની બહાર દેખાવો યોજ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter