ફ્રાન્સ આફ્રિકામાં $27 બિલિયનનું રોકાણ કરશે

કેન્યા સાથે 1 બિલિયન ડોલરથી વધુની સહકાર સમજૂતીઓ થઈ

Tuesday 19th May 2026 14:01 EDT
 
 

નાઈરોબીઃ કેન્યામાં 11 અને 12 મે ના દિવસોએ આયોજિત ધ આફ્રિકા ફોરવર્ડ સમિટ 2026માં ફ્રાન્સના પ્રેસિડેન્ટ એમાન્યુએલ મેક્રોંએ આફ્રિકન દેશો સાથે વેપાર વધારવાના હેતુસર આફ્રિકા ખંડમાં એનર્જી ટ્રાન્ઝીશન, એગ્રીકલ્ચર અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સહિતના ક્ષેત્રોમાં 27 બિલિયન ડોલર (23 બિલિયન યુરો)ના ઈન્વેસ્ટમેન્ટની જાહેરાત કરી હતી.

આ જાહેરાત અન્વયે ફ્રેન્ચ કંપનીઓ દ્વારા ખાનગી અને જાહેર ભંડોળ થઈ 14 બિલિયન યુરો (16.4 બિલિયન ડોલર) તેમજ આફ્રિકી કંપનીઓ દ્વારા 9 બિલિયન યુરો (10.5 બિલિયન ડોલર)ના રોકાણો કરવામાં આવશે. આ રોકાણો થકી ફ્રાન્સ અને આફ્રિકામાં 250,000 નોકરીઓનું સર્જન થશે. આફ્રિકાના સૌથી ધનવાન અને નાઈજિરિયન ઉદ્યોગપતિ આલિકો ડાન્ગોટે, ટોટલએનર્જીસ અને ઓરેન્જ સહિત અગ્રણી ફ્રેન્ચ કંપનીઓના પ્રતિનિધિઓ પણ સમિટમાં હાજર હતા. ફ્રેન્ચ શિપિંગ ગ્રૂપ CMA CGM દ્વારા કેન્યાના મોમ્બાસા પોર્ટ ખાતે ટર્મિનલના આધુનિકીકરણ માટે 700 મિલિયન યુરો (820 મિલિયન ડોલર)ના ઈન્વેસ્ટમેન્ટની જાહેરાત કરાઈ હતી.

કેન્યા સાથે 11 સમજૂતીઓ પર હસ્તાક્ષર

આ ઉપરાંત, મેક્રોંએ રવિવાર 10 મેએ કેન્યા સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કોમ્યુટર રેલ સિસ્ટમ, ટ્રાન્સપોર્ટ સહિતના ક્ષેત્રોમાં એક બિલિયન ડોલરથી વધુ કિંમતની 11 સમજૂતીઓ પર પણ હસ્તાક્ષર કર્યા હતા. આ સમજૂતીઓમાં નાઈરોબી કોમ્યુટર રેલ સિસ્ટમ કેન્દ્રસ્થાને છે. આ પ્રોજેક્ટ નાઈરોબી રેલવે સિટી ઈનિશિયેટિવ હેઠળ યુનાઈટેડ કિંગ્ડમ સાથે કરાયેલી સમજૂતી ઉપરાંતનો રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter