બેનીનમાં વુડુ ઉપાસકોએ દેવોની સામૂહિક પૂજા અર્ચના કરી

Wednesday 19th January 2022 06:39 EST
 
 

પોર્ટો નોવોઃ વુડુ ધર્મના ઉપાસકો તેમના દેવોની પૂજા કરવા અને તેમને અંજલિ આપવા માટે બેનિનમાં ભેગા થયા હતા. આ ધર્મમાં દેવો અને કુદરતી આત્માઓની પૂજા કરાય છે. દુનિયાભરમાં વુડુ ધર્મના અંદાજે ૫૦ મિલિયન અનુયાયીઓ છે. તેમાંના મોટા ભાગના બ્રાઝિલ, હેઈતી અને અમેરિકાના દક્ષિણી રાજ્ય લુસિયાનામાં રહે છે.  
તેઓ એટલાન્ટિક સમુદ્રના ગુલામોના વ્યાપારના અગાઉના કેન્દ્ર ઓયીદાહમાં બીચ પર એકત્ર થાય છે. મામી વાટા સૌથી આદરણીય દેવતા છે. લીડિયા બુર્ગેડ એક પ્રવાસી છે અને આ વિધિમાં ષુ થાય છે તેની દૂરથી નજર રાખી રહ્યા હતા.
તેમણે જણાવ્યું કે તેઓ આ ઉત્સવ પહેલી વખત જોઈ રહ્યા હોવાથી તેમના માટે તે રસપ્રદ છે. તેમણે આશા વ્યક્ત કરી કે વુડુમાં શું છે તે અને તેની શાખાઓમાં શું હોઈ શકે તેના વિશે તેમને શીખવા મળશે.  મામી વાટા ફળદ્રુપતા અને સૌંદર્યની દેવી ગણાય છે. બીચ પરના ઉપાસકો પૈકી મોટાભાગની મહિલાઓ છે.
ગ્નીક્પ્લીન હુનોન એવીઓલે જણાવ્યું હતું કે તેઓ ૫૫ વર્ષથી મામી વાટાને પૂજે છે. વાટા સમુદ્રમાં રહેતા અને સમૃદ્ધિ આપનારા દેવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter