બોકો હરામે ૪૦૦થી વધુ લોકોની હત્યા કરી

Thursday 30th April 2015 05:50 EDT
 

કાનોઃ આતંકવાદી સંગઠન બોકો હરામે નાઇજીરિયામાં ૪૦૦ કરતા વધુ લોકોની હત્યા કરી છે. દેશના ઉત્તર-પૂર્વના શહેર દમાસ્કમાં ઘણી જગ્યાએ ખાડામાંથી સડેલા-કોહવાયેલા મૃતદેહો મળ્યા છે. લગભગ ૨૦ સામૂહિક કબર મળી છે. શહેર બોકો હરામના કબ્જામાં હતું. તેને નાઇજીરિયા અને ચાડની સેનાએ સંયુક્ત અભિયાન ચલાવીને આતંકવાદીઓના કબ્જામાંથી મુક્ત કરાવ્યું હતું. બોર્નોની રાજ્ય સરકારના અધિકારીઓ શહેરની સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે ઘરની અંદર અને રોડ પર ઠેર-ઠેર લાશો વેરાયેલી પડી છે. મૃતદેહોને દફનાવવામાં મદદ કરનાર એક નાગરિક મોહમ્મદ સાદિકે જણાવ્યું હતું કે મૃતકોની સંખ્યા ૪૦૦ હોઇ શકે છે. જોકે, બોર્નો ની સરકારે સેંકડો લોકોના મોતની જાણકારી આપી હતી. સરકારના પ્રવક્તા બબાગના મુસ્તફાએ જણાવ્યું હતું કે સમગ્ર શહેરમાં લાશો ફેલાયેલી પડી છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter