બોટ્સવાનામાંથી દુનિયાનો બીજા નંબરનો સૌથી મોટો હીરો મળ્યો

Monday 25th April 2016 08:57 EDT
 
 

ગેબરોની: આફ્રિકન દેશ બોટ્સવાનાની એક ખાણમાંથી ૨૦મી એપ્રિલે દુનિયાનો બીજા નંબરનો સૌથી મોટો હીરો મળ્યો છે. આ હીરો છેલ્લાં ૧૦૦ વર્ષોનો સૌથી મોટો હીરો (૧,૧૧૧ કેરેટની હાઈ ક્વોલિટી) હોવાનું મનાય છે. બોટ્સવાના હીરાનાં ઉત્પાદનમાં બીજા નંબરે આવે છે. ૧૦૦ વર્ષ બાદ મળેલા આ હીરા માટે કેનેડાની એક કંપની લુકારા ડાયમંડ કોર્પોરેશને દાવો કર્યો છે કે, રાજધાની ગેબરોનીની ઉત્તરમાં લગભગ ૫૦૦ કિલોમીટર દૂર 'કરાવે માઇન'માં મળેલો આ હીરો મળવો એ સદીની સૌથી મોટી શોધ છે, જોકે હજુ આ હીરાનું મૂલ્યાંકન બાકી છે. લુકારા ડાયમંડ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર આ હીરો ૧૯૦૫માં સાઉથ આફ્રિકામાંથી મળેલા કુલિનન ડાયમંડ બાદ દુનિયાનો બીજા નંબરનો સૌથી મોટો હીરો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter