કમ્પાલાઃ યુગાન્ડાના પ્રમુખ પદના ઉમેદવાર રોબર્ટ ક્યાગુલાન્યી ઉર્ફે બોબી વાઈનના પ્રસનલ બોડીગાર્ડ સ્સેન્ટેઝા ફ્રાન્કને મિલિટરી ટ્રકે કચડીને મારી નાખ્યો હતો. ૨૭ ડિસેમ્બરે બોબી વાઈન અને તેમની ટીમ કાર દ્વારા મસાકાથી કમ્પાલા જઈ રહી હતી ત્યારે રજિસ્ટ્રેશન નંબર H4DF 2382 સાથેની મિલિટરી ટ્રકે ફ્રાન્કને કચડી નાંખ્યો હતો. સિક્યુરિટી જવાનોએ ઘેટ્ટો મીડિયા જર્નાલિસ્ટ અશરફ કાસીર્યેને ગોળી મારીને ઈજા પહોંચાડતા ક્યાડોન્ડો ઈસ્ટના સાંસદ વાઈને લ્વેન્ગો ડિસ્ટ્રિકટ સુધીનું પ્રચાર અભિયાન અધવચ્ચે ટૂંકાવી દીધું હતું. નેશનલ યુનિટી પ્લેટફોર્મે તેના ફેસબુક પેજ પર મૂકેલી પોસ્ટમાં જણાવ્યું હતું,‘ કેટલો દુઃખદ દિવસ..માનનીય ક્યાગુલાન્યી રોબર્ટના પર્સનલ બોડીગાર્ડ સ્સેન્ટેઝા ફ્રાન્કને મિલિટરી ટ્રક દ્વારા ઈરાદાપૂર્વક કચડીને મારી નાંખવામાં આવ્યો છે.’