બોબી વાઈનને ઉમેદવારી માટે ચૂંટણી પંચની મંજૂરી

Tuesday 03rd November 2020 10:39 EST
 
 

કમ્પાલાઃ ચૂંટણી પંચે બોબી વાઈન તરીકે જાણીતા રોબર્ટ ક્યાગુલાન્યીને યુગાન્ડાના પ્રમુખપદના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવવા પરવાનગી આપી હતી. તેઓ નેશનલ યુનિટી પ્લેટફોર્મ (NUP) માટે યુગાન્ડાના પ્રમુખપદના ઉમેદવાર છે. તેમણે ૩ નવેમ્બર, ૨૦૨૦ના રોજ ઉમેદવારી નોંધાવવાની હતી. ચૂંટણી પંચે સહીઓની ચકાસણી કરી લીધી હોવાનું બોબી વાઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું.

તેમને પ્રમુખપદના ઉમેદવાર તરીકે મંજૂરી આપવા માટે સુપરત કરાયેલી મતદારોની સહીમાં તફાવત હોવાને લીધે બોબી વાઈનના નોમિનેશનમાં ચૂંટણી પંચે વિલંબ કર્યો હતો.

NUPના પ્રવક્તા જોએલ સ્સેન્યોન્યીએ ચૂંટણી પંચને ચેતવણી આપી હતી કે તે બોબી વાઈનને પ્રમુખપદની સ્પર્ધામાંથી દૂર કરવાનું વિચારે નહિ કારણ કે તેમણે તમામ જરૂરિયાતો સમયસર પૂરી કરી હતી. તેમણે જણાવ્યું કે ક્યાગુલાન્યી આ ચૂંટણી લડી ન શકે તે માટે સરકારે તમામ પ્રયાસો કર્યા હતા. ચૂંટણી પંચને ૯,૮૦૦ મતદારોની સહીની જરૂર હોય છે તેના કરતાં લગભગ ત્રણ ગણી સહી તેમણે આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter