કમ્પાલાઃ યુગાન્ડા ખાતેના બ્રિટિશ હાઈ કમિશનર કેટ એરીએ ૨૭ જાન્યુઆરીએ યુગાન્ડાના પ્રમુખ પદના ભૂતપૂર્વ ઉમેદવાર બોબી વાઈનની મુલાકાત લઈને તેમની સાથે ચૂંટણી સંબંધિત ચિેતાઓ વિશે ચર્ચા કરી હતી. વાઈનના નિવાસસ્થાને મુલાકાત પછી કમ્પાલાના બ્રિટિશ હાઈ કમિશને જણાવ્યું કે એરી અને ક્યાગુલાન્યીએ યુગાન્ડાની રાજકીય પરિસ્થિતિ વિશે, ચૂંટણી પહેલા અને પછી તેમના રાજકીય સ્વાતંત્ર્ય પરના નિયંત્રણો અને ચૂંટણી પ્રક્રિયા અંગે વ્યક્ત કરેલી ચિંતા વિશે ચર્ચા કરી હતી. બોબી વાઈન તરીકે જાણીતા રોબર્ટ ક્યાગુલાન્યીએ ૨૬ જાન્યુઆરીએ તેમના પક્ષના નવા ચૂંટાયેલા ૫૦થી વધુ સાંસદો સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે તેઓ આગામી પગલાં વિશે વિચારી રહ્યા છે.