મડાગાસ્કરમાં તીવ્ર ભૂખમરો - લોકો થોર અને તીડ ખાવા મજબૂર

Tuesday 23rd November 2021 14:54 EST
 

એન્ટાનાનારીવોઃ પૂર્વ આફ્રિકન દેશ મડાગાસ્કરમાં ભૂખમરાની સ્થિતિ અતિ વિષમ બની છે. ત્યાં ભૂખમરાના કારણે લોકો થોર અને તીડ ખાવા મજબૂર બન્યા છે. નિષ્ણાતો મુજબ છેલ્લાં ચાર દાયકામાં આટલો ભયાનક દુષ્કાળ ક્યારેય પડ્યો નથી અને છેલ્લાં ત્રણ વર્ષથી આવી જ પરિસ્થિતિ છે. સંયુક્ત રાષ્ટ્રોએ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરીને ઘટતી મદદ કરવા અપીલ કરી હતી.

સંયુક્ત રાષ્ટ્રે મડાગાસ્કરને મદદ માટે આગળ આવવા અન્ય દેશોને અપીલ કરી છે. નિષ્ણાતોના મત પ્રમાણે અહીં છેલ્લાં ત્રણેક વર્ષથી દુષ્કાળ છે અને રેતીના ગરમ વાવાઝોડાંના કારણે પાક ઉગ્યો નથી. આ ઉપરાંત છેલ્લાં ચાર દાયકામાં આવો વિષમ દુષ્કાળ ક્યારેય પડયો નથી.

ઉલ્લેખનીય છે કે ડબલ્યૂ.એફ.પી. એટલે કે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ દ્વારા અગાઉ પણ મડાગાસ્કરમાં સ્થિતિ વણસે અને દક્ષિણ વિસ્તારમાં ભયંકર અછત થાય તેવી ચેતવણી અપાઈ હતી. મડાગાસ્કકરની વસતિ ૨.૮૪ કરોડ લોકોની છે અને યુનાઇટેડ નેશન્સ હજુ સુધી મડાગાસ્કર માટે ૧૨ કરોડ ડોલર જ એકત્ર કરી શક્યું છે. તેથી મડાગાસ્કરમાં ખોરાક અને સ્વાસ્થ્ય સુવિધાઓ સહિતની સહાય માટે અન્ય દેશોને આગળ આવવાની અપીલ કરવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter