મલાવીમાં પોલિયોનો કેસ મળતાં કેન્યામાં હાઈ એલર્ટ

Tuesday 22nd February 2022 16:34 EST
 

નાઈરોબીઃ ગયા અઠવાડિયે મલાવીમાં પોલિયોનો એક કેસ મળી આવતા કેન્યાએ સતર્કતા વધારી દીધી હતી. આફ્રિકન ખંડમાં ફરી પોલિયોના કેસ વધવાના જોખમ અંગે ચિંતા વચ્ચે કેન્યાની હેલ્થ મિનિસ્ટ્રીના નિષ્ણાતે આ બાબતે ચિંતા કરવા જેવું ન હોવાની લોકોને ખાતરી આપી હતી.
ત્રણ વર્ષની છોકરીને લકવો પડી જતાં તેને પોલિયોની બીમારી હોવાનું જણાયું હતું અને તેને પગલે સતર્કતા વધારવામાં આવી હતી.
ડિરેક્ટર જનરલ ઓફ હેલ્થ પેટ્રિક અમોથે જણાવ્યું હતું કે સોમાલિયા પોલિયો વાઈરસ ટાઈપ – ૨ થી ગ્રસ્ત હોવાનું જણાતા ઈન્ટરનેશનલ હેલ્થ રેગ્યુલેશન્સ (IHR)એ આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાવાના જોખમી દેશની શ્રેણીમાં મૂક્યું છે. કેન્યાની સરહદ સોમાલિયા સાથે હોવાથી કેન્યાને જોખમ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter