નાઈરોબીઃ કેન્યાની સૌથી મોટી મેન્ટલ હેલ્થ રેફરલ હોસ્પિટલમાં પેશન્ટ્સ વાળ કાપવા માટે માનવીય અભિગમની થેરાપીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બે મુલાકાતી બાર્બર્સ દ્વારા વ્યક્તિ ગ્રૂમિંગ સેશન પૂરું પાડવામાં આવે છે. પેશન્ટ્સ બાર્બરની ખુરશીમાં બેસી પોતાના વાળ કાપવાનો વારો આવે તેની રાહ જુએ છે.
હેલ્થકેર વર્કર્સના જણાવ્યા મુજબ પર્સનલ ગ્રૂમિંગ ઉપચારનું મહત્ત્વનું પાસું છે કારણકે માનસિક બીમારીના કારણે પેશન્ટને વ્યક્તિગત સ્વચ્છતા અને સારસંભાળમાં ખાસ રસ રહેતો નથી. કેન્યા સરકારની 2015 મેન્ટલ હેલ્થ પોલિસી અનુસાર તમામ હેલ્થ ફેસેલિટીઝમાં અંદાજે 25 ટકા આઉટપેશન્ટ્સ અને 40 ટકા ઈન્પેશન્ટ્સ માનસિક આરોગ્ય સમસ્યાની સ્થિતિ અનુભવે છે. જૂન મહિનાને પુરુષોની મેન્ટલ હેલ્થ અવેરનેસ મન્થ તરીકે મનાવાય છે.
શૈલા લુગાલિકીએ નિઃશુલ્ક ગ્રૂમિંગ સેવા પૂરી પાડતી કોમ્યુનિટી આધારિત સંસ્થા ‘યુનિક્લી ગિફ્ટેડ’ની સ્થાપના કરી છે. સાઈકિયાટ્રિક વોર્ડમાં પેશન્ટ તરીકેના જાત અનુભવથી તેમને માસિક ઈનિશિયેટિવ સ્થાપવાની પ્રેરણા મળી હતી. તેઓને આશા છે કે હેરકટ્સ પૂરા પાડવાથી ગરિમા પુનઃસ્થાપિત થાય છે, પેશન્ટનો વિશ્વાસ જાગે છે તેમજ પેશન્ટને તેમની દરકાર રખાતી હોવાની લાગણી જન્મે છે. તેઓ કહે છે કે છ મહિનાથી પેશન્ટ તરીકે દાખલ કરાયા પછી તેમના વાળને વ્યવસ્થિત પણ કરાયા હોતા નથી. તેમના દેખાવ પરથી તેમની લાગણીઓ પ્રતિબિંબિત થતી નથી.
સાઈકિયાટ્રિક નર્સ ટિટસ એન્કો પણ સહમત થતાં કહે છે કે પર્સનલ ગ્રૂમિંગથી પેશન્ટની આત્મશ્રદ્ધા વધે છે અને તેમની સમગ્રતયા રીકવરી અને સાજા થવામાં તેની ભૂમિકા રહે છે. ઘણી વખત પેશન્ટ પોતાની કાળજી રાખતા નથી, સ્નાન કરતા નથી કે વસ્ત્રો બરાબર પહેરતા નથી. પર્સનલ ગ્રૂમિંગથી સંકેત મળે છે કે વ્યક્તિ સારું કરી રહી છે કે નહિ. વાળંદોએ પેશન્ટની દાઢીઓ ટ્રિમ કર્યા પછી એક વ્યક્તિએ એક જ શબ્દમાં ‘જીવંત’ હોવાની લાગણી વ્યક્ત કરી હતી.


