મુગાબેનો પુત્ર સાઉથ આફ્રિકાથી દેશનિકાલ

Tuesday 05th May 2026 13:45 EDT
 
 

જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકાની કોર્ટે ઝિમ્બાબ્વેના પૂર્વ પ્રેસિડેન્ટ રોબર્ટ મુગાવેના 28 વર્ષીય પુત્ર બેલારમાઈન ચાટુંગા મુગાબેને ઈમિગ્રેશન અને ફાયરઆર્મ્સ સંબંધિત ગુનાઓ સબબે દેશનિકાલ કરવા સાથે ભારે દંડનો હુકમ કર્યો છે. જોહાનિસબર્ગના ધનવાન ઉપનગરમાં મુગાબે પરિવારના ઘરની પછીતે એક કર્મચારી પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં બેલારમાઈન ચાટુંગા મુગાબે અને તેના 33 વર્ષીય કઝીન ટોબિઆસ માટોન્હોડ્ઝ સામે 19 ફેબ્રુઆરીની ઘટનામાં હત્યાના પ્રયાસનો આરોપ લગાવાયો હતો. માટોન્હોડ્ઝે હત્યાના પ્રયાસ અને ફાયર આર્મ્સ ગુનાને સ્વીકારી લીધા હતા અને તેને 29 એપ્રિલે ત્રણ વર્ષની જેલની સજા ફરમાવાઈ હતી.

મુગાબેને 2023ની ઘટનામાં રમકડાની ગનને સાચા શસ્ત્ર તરીકે સામે ધરવાના ગુનામાં 400,000 રેન્ડ (17851 પાઉન્ડ) તેમજ ઈમિગ્રેશન કાયદાનો ભંગ કરવાના ગુનામાં 200,000 રેન્ડ (8919 પાઉન્ડ)નો દંડ ચૂકવવાનો કોર્ટે આદેશ કર્યો હતો. મુગાબેઓ બંને ગુનાની કબૂલાત કરી હતી. જજે મુગાબેને ઝિમ્બાબ્વે ડિપોર્ટ કરવા જોહાનિસબર્ગના ઈન્ટરનેશનલ એરપોર્ટ લઈ જવા પોલીસને આદેશ કર્યો હતો. બે આરોપીએ ગુનો કબૂલતા અને 19 ફેબ્રુઆરી પછી જેલમાં રહેવા તેમજ મુગાબે અને માટોન્હોડ્ઝે વિક્ટિમ સિફો માહલાન્ગુને વળતર તરીકે નાણા ચૂકવ્યા પછી તેમને હળવી સજા ફરમાવાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter