મોગાદિશુમાં અલ શબાબના આતંકીઓએ બે હુમલા કર્યા

Tuesday 22nd February 2022 16:52 EST
 

મોગાદિશુઃ સોમાલિયાની રાજધાની મોગાદિશુની આસપાસના પોલીસ સ્ટેશનો પર અલ-શબાબના આતંકવાદીઓએ મંગળવારે રાત્રે એકસાથે કરેલા હુમલામાં બે છોકરીઓનું મૃત્યુ થયું હતું અને ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા. હથિયારોથી સજ્જ આતંકીઓ મધરાતે કક્સદા જિલ્લાના એક પોલીસ સ્ટેશનમાં ધસી ગયા હતા અને  હુમલો કર્યો હતો. તેમની અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો હતો. બંદૂકધારીઓએ પોલીસ વાહન પણ જપ્ત કર્યું હતું. આતંકીઓએ મોગાદિશુના પરાં વિસ્તાર દારુસલામમાં કરેલા બીજા હુમલામાંમાં બે યુવતીઓનું મૃત્યુ થયું હતું અને અન્ય સોળ નાગરિકો તથા સુરક્ષા દળોના ત્રણ સભ્યો ઘાયલ થયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter