મોગાદીશુમાં કાર બોંબ વિસ્ફોટઃ ૮નાં મોત, ૭ ઘાયલ

Wednesday 29th September 2021 02:32 EDT
 
 

સોમાલિયાના પ્રેસિડેન્શિયલ પેલેસ વિલા સોમાલિયાથી એક કિ.મીની અંદરના વિસ્તારમાં આવેલા  ચેકપોસ્ટ પર ૨૫ સપ્ટેમ્બરે થયેલા કાર  બોંબ વિસ્ફોટમાં ૮ લોકો માર્યા ગયા હોવાનું અને અન્ય સાત ઘવાયા હોવાનું  ડિસ્ટ્રિક્ટ પોલીસ ચીફ મુકાવિયે એહમદ મુડેએ જણાવ્યું હતું. મૃતકોમાં મોટાભાગના નાગરિકો હતા. અલ – શાદાબ જેહાદી ગ્રૂપે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.
ઘટનાને નજરે જોનારા મોહમ્મદ હસને જણાવ્યું કે પોલીસે સિક્યુરિટી ચેક માટે ડ્રાઈવરને અટકાવતા કાર બોંબનો વિસ્ફોટ કરાયો હતો. ચેકપોઈન્ટ પરથી પસાર થતા પહેલા સામાન્ય રીતે બધા ડ્રાઈવરો ચેકિંગ માટે કાર અટકાવે છે, જ્યારે આ કારને સિક્યુરિટી ગાર્ડ્સે રોકવી પડી હતી.    


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter