યુકેની એટકિન્સ કંપની કેન્યામાં ૨૪૬ મિલિયન ડોલરની રેલ્વે સિટીની ડિઝાઈન કરશે

Tuesday 25th January 2022 14:40 EST
 
 

નાઈરોબીઃ કેન્યા રેલ્વે સાથેની ભાગીદારીમાં પ્રોજેક્ટ ડિઝાઇન કરવા માટે નાઈરોબી મેટ્રોપોલિટન સર્વિસે યુ.કે.ની એટકિન્સ ગ્લોબલ કંપનીને પસંદ કર્યા પછી ૨૪૬ મિલિયન ડોલરનું રેલ્વે સિટીના બનાવવાની યોજના ખૂબ જ આગળ વધી છે. કંપની આ ડીલમાં નાઈરોબીમાં કેટલીક રકમના ખર્ચે આઇકોનિક નૈરોબી રેલ્વે સિટી, મલ્ટિ-મોડલ અર્બન ડેવલપમેન્ટ પ્રોજેક્ટની ડિઝાઇન તૈયાર કરશે. ૪૨૫ એકરમાં આ પ્રોજેક્ટ આકાર લેશે. તેમાંથી ૨૯૨ એકર જમીન કેન્યા રેલ્વેની માલિકીની છે અને હાલમાં ત્યાં નારોબી રેલ્વે સ્ટેશન કાર્યરત છે.
આ પ્રોજેક્ટ બે તબક્કામાં થશે, જેનો પ્રથમ તબક્કો આવતા મહિને શરૂ થશે. આ પ્રોજેક્ટ નાઈરોબી ઈન્ટિગ્રેટેડ અર્બન ડેવલપમેન્ટ પ્લાનનો એક ભાગ છે. પ્રોજેક્ટનો ઉદ્દેશ પણ હાલમાં સ્થપાયેલા રાજધાનીના સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટને વિસ્તારવાનો છે. આ પ્રોજેક્ટ હેઇલ સેલાસી એવન્ય, ઉહુરુ હાઇવે અને બુન્યાલા રોડ વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. ૨૦ વર્ષના પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો જે નાઈરોબી સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ (CBD) ના સ્વરૂપને બદલવા માટે તૈયાર થશે તે ૨૦૨૦થી ૨૦૩૦ સુધી ૨૪૫.૭ મિલિયન ડોલરના ખર્ચે શરૂ થવાનો હતો.
યુકેના આફ્રિકા માટેના મિનિસ્ટર વિકી ફોર્ડMPએ મંગળવારે જણાવ્યું હતું કે યુકેની એટકિન્સ ગ્લોબલ કંપનીની નિમણૂંક નાઈરોબીનું નવું સેન્ટ્રલ ટ્રેન સ્ટેશન અને સંલગ્ન જાહેર ક્ષેત્રના ડિઝાઇનીંગ માટે કરવામાં આવી છે, જે નૈરોબી રેલ્વે સિટીનું કેન્દ્રસ્થાન પૂરું પાડશે.
રેલ્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વોટક સપ્લાય અનુક્રમે $૧૫૪.૧ મિલિયન અને $૩૪.૩ મિલિયનનો ખર્ચ ઉઠાવશે તેવી અપેક્ષા છે.
રાષ્ટ્રપતિ ઉહુરુ કેન્યાટ્ટા દ્વારા શરૂ કરાયેલ નાઈરોબીસ સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટને પુનર્જીવિત કરવાનો આ એક મુખ્ય પ્રોજેક્ટ છે. જાન્યુઆરી ૨૦૨૦ માં તેઓ વડા પ્રધાન બોરિસ જહોન્સનને મળ્યા ત્યારે વ્યક્તિગત રીતે યુકેના સમર્થન માટે વિનંતી કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter