યુકેમાં જોબ માટેના ઈંગ્લિશ ટેસ્ટમાં કેન્યાની નર્સિસ નાપાસ થઈ

Wednesday 03rd November 2021 08:25 EDT
 
નાઈરોબીઃ યુકેમાં જોબ મેળવવા માટે જરૂરી ઈંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટમાં કેન્યાના હેલ્થ વર્કરો નાપાસ થતાં દેશના હેલ્થ કેબિનેટ સેક્રેટરી મુતાહી કાગ્વેએ રોષ વ્યક્ત કર્યો હતો. આ વર્ષે કેન્યાએ કરેલી વિનંતીને લીધે નવી યોજનાના ભાગરૂપે કેન્યાના બેરોજગાર નર્સિસ અને હેલ્થવર્કરોને યુકેમાં કામ કરવાની તક મળી હતી. બેરોજગાર હેલ્થ વર્કરો કેન્યામાં કામ કરવા પાછા આવે ત્યાં સુધી તેમને NHSમાં કામ કરવા મળ્યું હોત. કાગ્વેએ જણાવ્યું કે આ ટેસ્ટમાં ૩૦૦ હેલ્થવર્કરોએ ભાગ લીધો હતો. પરંતુ, માત્ર ૧૦ જ પાસ થયા હતા. તેમણે ઉમેર્યું કે તેમણે જોબ એક્સપોર્ટ માટે ક્લિનિકલ વર્કર્સ માટે વાટાઘાટો કરી હતી. પરંતુ, આ થયું તે કમનસીબ છે.      
મોમ્બાસામાં કેન્યા ક્લિનિકલ ઓફિસર્સ એસોસિએશન સાયન્ટિફિકત કોન્ફરન્સને સંબોધતા તેમણે  
જણાવ્યું કે આ બન્યું હોવા છતાં કેન્યાના હેલ્થ વર્કરોને યુરોપ અને મીડલ ઈસ્ટમાં કામ કરવા મળે તે માટે સરકાર વાટાઘાટો ચાલુ રાખશે. સરકાર શ્રમિકોને રોજગાર આપવાને બદલે સરકાર તેમની વિદેશમાં નિકાસ કરી રહી હોવાના દાવાને તેમણે નકાર્યા હતા. તેમણે કહ્યું કે જે દેશોમાં તેઓ હેલ્થવર્કર્સ મોકલે છે તે તેમની તરફેણ કરતા નથી. તેમને જ્યારે જરૂર હોય છે ત્યારે તેઓ મદદ કરે છે. (૧૮૦)

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter