યુગાન્ડા આઇસીસી અંડર 19 વિમેન્સ ટી20 વર્લ્ડ કપ આફ્રિકા ડિવિઝનનું યજમાન

Tuesday 10th March 2026 12:40 EDT
 
 

કમ્પાલાઃ યુગાન્ડા આઇસીસી અંડર 19 વિમેન્સ ટી20 વર્લ્ડ કપ આફ્રિકા ડિવિઝનનું યજમાન બનશે. આ ટુર્નામેન્ટ 8થી 14 માર્ચ વચ્ચે એન્ટેબી ક્રિકેટ ઓવલ ખાતે યોજાશે. આ ઐતિહાસિક ટુર્નામેન્ટમાં કેમરૂન, કેન્યા, મલાવી, મોઝામ્બિક અને સિએરા લિઓનની ટીમો સામેલ થશે. આ ટુર્નામેન્ટમાં પ્રથમ બે સ્થાન પ્રાપ્ત કરનાર ટીમ આજ વર્ષે ટાન્ઝાનિયામાં યોજાનારી આફ્રિકા ક્વોલિફાયર ઇવેન્ટમાં ભાગ લેશે. તેમાં વિજેતા બનનાર ટીમ 2027માં બાંગ્લાદેશ અને નેપાળમાં યોજાનાર આઇસીસી અંડર 19 ટી20 વર્લ્ડ કપમાં સામેલ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter