યુગાન્ડા- ટાન્ઝાનિયા ક્રૂડ પાઈપલાઈનને મંજૂરી

Tuesday 24th January 2023 11:39 EST
 

કમ્પાલાઃ યુગાન્ડાએ 3.5 બિલિયન ડોલરના ખર્ચની ટાન્ઝાનિયા સુધીની ક્રૂડ પાઈપલાઈનના બાંધકામ માટે ફ્રાન્સની TotalEnergies ના અંકુશ હેઠળની કંપની ઈસ્ટ આફ્રિકન ક્રુડ ઓઈલ પાઈપલાઈન લિમિટેડ (EACOP)ને આખરી ટેન્ડર જારી કર્યું છે. આ સાથે યુગાન્ડાના ક્રુડને આંતરરાષ્ટ્રીય બજારમાં વેચાણ માટે મોકલવાનો માર્ગ ખુલ્લો થયો છે.

EACOPમાં 62 ટકાના હિસ્સા સાથે TotalEnergies સૌથી મોટી શેરહોલ્ડર છે. અન્ય ઈન્વેસ્ટરોમાં સરકાર સંચાલિત યુગાન્ડા નેશનલ ઓઈલ કંપની અને ટાન્ઝાનિયા પેટ્રોલિયમ ડેવલપમેન્ટ કોર્પોરેશનના 15-15 ટકા અને ચીનની CNOOCના ૮ ટકા હિસ્સાનો સમાવેશ થાય છે. ફ્રાન્સની TotalEnergies અને ચીનની ચાઈના નેશનલ ઓફશોર ઓઈલ કોર્પોરેશને યુગાન્ડાના તેલક્ષેત્રો વિકસાવવા અને 1,445 કિલોમીટર લંબાઈની પાઈપલાઈનથી ટાન્ઝાનિયાના ઈન્ડિયન ઓશનના બંદર ટાન્ગા સુધી પહોંચાડવા 10 બિલિયન ડોલરના કરાર પર હસ્તાક્ષર કરાયેલા છે.

આ પાઈપલાઈન યુગાન્ડાના સૌથી મોટા નેશનલ પાર્ક મુર્ચિસન ફોલ્સમાંથી પસાર થતી હોવાથી પર્યાવરણીય જૂથો દ્વારા તેનો ભારે વિરોધ કરાય છે. જોકે, યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેની આ પ્રોજેક્ટને આગળ વધારવા મક્કમ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter