કમ્પાલાઃ યુગાન્ડાએ દેશમાં કેટલીક વસાહતોમાંથી બુરુન્ડી શરણાર્થીઓના પ્રત્યાવર્તનની ફરી શરૂઆત કરી હતી. બે દેશો અને યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીસ વચ્ચે હેરફેરના પડકારોને પગલે આ પ્રક્રિયા બંધ થઈ હતી. ગયા મહિને યુગાન્ડા એરલાઈન્સની ફ્લાઈટ્સનો ઉપયોગ કરાયો હતો. હવે મર્યાદિત સ્રોતો હોવાથી શરણાર્થીઓ જમીનમાર્ગે તેમના વતન પાછા ફરશે. ડિસેમ્બરથી અત્યાર સુધીમાં ૧,૨૦૦ બુરુન્ડી શરણાર્થીઓ સ્વદેશ પરત ફર્યા છે. યુગાન્ડાના મિનિસ્ટર ફોર રિલીફ હિલેરી ઓનેકે જણાવ્યું હતું કે તેઓ છેલ્લાં દસ વર્ષથી યુગાન્ડામાં રહેતા ૪૫,૦૦૦ બુરુન્ડી શરણાર્થીઓના ભાગ રૂપ છે. આ તમામને સ્વદેશ પરત મોકલવાના છે. તેમણે ઉમેર્યું કે બુરુન્ડી સત્તાવાલા દ્વારા તેમને જણાવાયું હતું કે હવે બુરુન્ડીમાં શાંતિ છે અને તેમના લોકોને પાછા મોકલવા જોઈએ.