યુગાન્ડા પોલીસે ૭ શકમંદ આતંકીની ધરપકડ કરી

Tuesday 22nd February 2022 16:51 EST
 

કમ્પાલાઃ કથિત રીતે બે આતંકવાદી સેલ સાથે સંકળાયેલા અને સેન્ટ્રલ લુકાયા તથા બુટામ્બલા જિલ્લામાં દરોડા સાથે સંકળાયેલા હોવાનું મનાતા સાત લોકોની યુગાન્ડા પોલીસે ધરપકડ કરી હતી. ભાગેડુ મૌલવી ઈમામ સુલેમાન ન્સુબુગા આ શકમંદોને હુમલા માટે તૈયાર કરી રહ્યો હતો. ગયા વર્ષે સેન્ટ્રલ વાકિસો જિલ્લામાં ન્સુબુગાના આશ્રયસ્થાન પર પડાયેલા દરોડામાં તે નાસી છૂટ્યો હતો.
ઓક્ટોબર અને નવેમ્બર ૨૦૨૧માં ઉગ્રવાદી હુમલા બાદની કાર્યવાહીને પગલે રિગ્રૂપીંગ સેલને વિખેરી નાખવા માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter