કમ્પાલાઃ જાન્યુઆરીમાં યોજાયેલી પ્રમુખપદની ચૂંટણી બાદ બે મહિના સુધી અજ્ઞાતવાસમાં રહેલા યુગાન્ડાના વિપક્ષી નેતા બોબી વાઇન હાલપુરતા દેશ છોડીને ચાલ્યા ગયા છે. વાઇને પ્રમુખપદની ચૂંટણીમાં ફ્રોડના આરોપ મૂક્યા હતા.
સોશિયલ મીડિયા પોસ્ટમાં વાઇને જણાવ્યું હતું કે, યુગાન્ડાની બહાર મારે કેટલાંક મહત્વના કામ હોવાથી હું દેશ છોડીને જઇ રહ્યો છું. જોકે તેમણે આ કામો અંગે કોઇ સ્પષ્ટતા કરી નથી. તેમણે જણાવ્યું હતું કે, હું યોગ્ય સમયે પરત આવી લડત ચાલુ કરીશ.
વાઇને આરોપ મૂક્યો હતો કે સુરક્ષા દળોએ મારા ચૂંટણી અભિયાનને દબાવી દેવાનો પ્રયાસ કર્યો હતો અને મારા સમર્થકોની ધરપકડ કરાઇ હતી. ચૂંટણી પછી પણ મને ઝડપી લેવા માટે સુરક્ષા દળોએ મને શોધવામાં કોઇ કસર બાકી રાખી નહોતી.
81 વર્ષીય મુસેવિની 1986થી યુગાન્ડામાં શાસન ચલાવી રહ્યાં છે. તેમના પર દરેક ચૂંટણીમાં ફ્રોડ અને હિંસાના આરોપ મૂકાતા રહ્યા છે.


