યુગાન્ડાના સફારી પાર્કમાં હાથીએ સાઉદી ટુરિસ્ટને કચડ્યો

Tuesday 01st February 2022 14:56 EST
 

કમ્પાલાઃ યુગાન્ડાના એક જાણીતા પાર્કમાં ગેમ ડ્રાઇવ દરમિયાન એક સાઉદી પ્રવાસીને હાથીએ કચડી નાંખ્યો હોવાનું  વાઈલ્ડ લાઈફ ઓફિસરે જણાવ્યું હતું. યુગાન્ડા વાઇલ્ડલાઇફ ઓથોરિટીના પ્રવક્તા બશીર હાંગીએ જણાવ્યું હતું કે, ગયા મંગળવારે મર્ચિસન ફોલ્સ નેશનલ પાર્કમાં તે વ્યક્તિ મિત્રો સાથે મુસાફરી કરી રહ્યો હતો તે વાહનમાંથી ઉતરી ગયો ત્યારે આ હુમલો થયો હતો.
હાંગીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ રસ્તામાં રોકાયા અને મૃતક કારમાંથી બહાર નીકળ્યો ત્યારે એક હાથીએ તેના પર હુમલો કરીને તેને સ્થળ પર જ મારી નાખ્યો હતો. મૃતકની ઓળખ અયમાન સૈયદ એલ્શાહની તરીકે થઈ હતી.
પાર્ક અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમણે આવી ઘટનાઓનું પુનરાવર્તન ટાળવા સુરક્ષા પ્રોટોકોલની સમીક્ષા કરી હતી તેથી પોલીસ એલ્શાહનીના મૃત્યુની તપાસ કરશે. આ પૂર્વ આફ્રિકન દેશમાં પ્રાણીઓના હુમલાની ઘટના બનતી રહે છે. ૨૦૧૮ માં દેશની પશ્ચિમે આવેલા એક અન્ય પાર્કમાં એક ચિત્તો એક મહિલા ગેમ રેન્જરના ત્રણ વર્ષના પુત્રને છીનવીને ઉઠાવી ગયો હતો અને મારી નાંખ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter