યુગાન્ડાની 70 વર્ષીય વૃદ્ધ મહિલાએ ટ્વીન્સને જન્મ આપ્યો

Tuesday 05th December 2023 12:24 EST
 
 

કમ્પાલાઃ સામાન્યપણે સ્ત્રી મેનોપોઝમાં આવ્યાં પછી બાળકને જન્મ આપી શકતી નથી પરંતુ, કમ્પાલાની મેડિકલ ફેસિલિટીમાં યુગાન્ડાની 70 વર્ષીય વૃદ્ધા સફિના નામુક્વાયાએ ફર્ટિલિટી સારવારની મદદથી ટ્વીન્સને જન્મ આપ્યો છે જેમાં એક છોકરો અને છોકરી છે. આ સાથે સફિના ટ્વીન્સને જન્મ આપનારી આફ્રિકાની સૌથી વૃદ્ધ મહિલા બની ગઈ છે. વિમેન્સ હોસ્પિટલ ઈન્ટરનેશનલ એન્ડ ફર્ટિલિટી સેન્ટર ખાતે માતા અને બાળકો સુખરૂપ હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું.

સફિના નામુક્વાયા કમ્પાલાથી પશ્ચિમે 120 કિ.મી.ના અંતરે આવેલા માસાકા ગામમાં રહે છે. બાળકો ન થતાં હોવાથી વાંઝણી ગણાવાયેલી સફિનાએ 2020માં એક બાળકીને જન્મ આપ્યો હતો. તેના પ્રથમ પતિનું 1992માં અવસાન થયું હતું અને 1996માં તે વર્તમાન પાર્ટનરને મળી હતી. જોકે, સફિના ડિલિવરી માટે હોસ્પિટલ આવી તે પછી તેનો પાર્ટનર મળવા આવ્યો નથી. કદાચ પાર્ટનરને બે બાળકોની જવાબદારી ઉઠાવવાની આવી હોવાથી તે આવ્યો નહિ હોય પરંતુ, ‘હું આ ચમત્કારથી ઘણી ખુશ છું’ તેમ સફિના કહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter