કમ્પાલાઃ યુગાન્ડાની હેલ્થ મિનિસ્ટ્રીએ જણાવ્યું હતું કે ગયા ગુરુવારે કોરોના સંક્રમણને લીધે વધુ ચાર મૃત્યુ સાથે વધુ ૧૮૦૯ લોકોનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. યુગાન્ડામાં ગયા માર્ચમાં કોવિડ મહામારી ફાટી નીકળી ત્યારતી અત્યાર સુધીમાં કેસની સંખ્યા વધીને ૧૩૯,૦૭૯ પર પહોંચી છે.
૨૮ ડિસેમ્બરે કરાયેલા ૮,૩૧૩ ટેસ્ટમાંથી આ નવા કેસ હતા. અત્યાર સુધીમાં ૩,૨૯૧ લોકોનું મૃત્યુ થયું છે જ્યારે ૯૮,૩૭૯ દર્દીઓ સાજા થયા હતા.
યુગાન્ડાને ગયા માર્ચથી કોવિડ – ૧૯ વેક્સિનના ૩૨ મિલિયન ડોઝ મળ્યા હતા અને દેશમાં ત્યાર સુધીમાં ૧૧.૩૭ મિલિયન ડોઝ અપાયા હતા.