યુગાન્ડામાં જાહેરમાં ચુંબન માટે બે મહિલાની ધરપકડ, આજીવન કેદ થઇ શકે

Tuesday 03rd March 2026 12:02 EST
 

લંડનઃ યુગાન્ડામાં જાહેરમાં ચુંબન કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે. યુગાન્ડામાં આકરા સેમ સેક્સ કાયદા અમલમાં છે અને તે અંતર્ગત બંને મહિલાને આજીવન કેદની સજા થઇ શકે છે. યુગાન્ડાના અરુઆ શહેરમાં પોલીસે દરોડો પાડીને 22 વર્ષીય વેન્ડી ફેઇથ અને 21 વર્ષીય એલેસી ડાયના ડેનિસીની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, બંને મહિલાઓનો વ્યવહાર અશ્લિલ હતો અને લોકોએ તેમને ધોળે દિવસે એકબીજાને ચુંબન કરતા પકડી હતી. હાલ બંનેને કસ્ટડીમાં રખાઇ છે. મે 2023મા યુગાન્ડામાં એન્ટી હોમોસેક્સુઆલિટી લો અમલી બન્યો હતો. જેમાં આજીવન કેદની સાથે સાથે ફાંસીની સજાની પણ જોગવાઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter