યુગાન્ડામાં વેક્સિનની અછત માટે પશ્ચિમ જવાબદાર

Wednesday 21st July 2021 02:56 EDT
 

કમ્પાલાઃ કોરોના વાઈરસની વધી રહેલી ત્રીજી લહેરનો સામનો કરવા માટે આફ્રિકાને તાત્કાલિક સેંકડો મિલિયન વેક્સિનની જરૂર હોવાનું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ જણાવ્યું છે. તે સમયે યુગાન્ડા સરકારના પ્રધાન ક્રિસ બેરિઓમુન્સીએ તેમનો દેશ વધુ કોવિડ – ૧૯ વેક્સિનનો વધુ જથ્થો મેળવી શકતો નથી તેને માટે પશ્ચિમના દેશોને જવાબદાર ઠેરવ્યા હતા.  
તેમણે જણાવ્યું કે એક મિલિયન કરતાં વધુ લોકોનું વેક્સિનેશન કરવાની યુગાન્ડાની ક્ષમતા છે પરંતુ, તેને વધુ જથ્થો મળતો નથી.  
એપીડેમોલોજિસ્ટ બેરિઓમુન્સીએ ઉમેર્યું કે સપ્લાયની સમસ્યા છે. અમારી પાસે નાણાં છે પરંતુ, વેક્સિન મેળવી શકતા નથી. અમારે પશ્ચિમના દેશો પર આધારિત રહેવું પડે છે અને તે દેશોએ તેમની વસતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ત્યાં છાપ એવી છે કે ત્યાંના લોકો આફ્રિકનોનું ધ્યાન રાખતા નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter