કમ્પાલાઃ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)ની પ્રાદેશિક અખંડિતાના મુદ્દે બેલ્જિયમ અને રવાન્ડા વચ્ચે સંબંધો વણસ્યા છે ત્યારે બેલ્જિયમે રવાન્ડા સાથે સંબંધો સુધારવા યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેનીની મદદ માગી છે. બેલ્જિયમના વાઈસ પ્રાઈમ મિનિસ્ટર અને વિદેશી બાબતોના મંત્રી મેક્સિમ પ્રેવોટે યુગાન્ડાના પ્રમુખ સાથે મુલાકાતમાં આ રજૂઆત કરી હોવાનું કહેવાય છે.
યુગાન્ડા, બુરુન્ડી અને DRCના પ્રવાસે નીકળેલા બેલ્જિયમના મિનિસ્ટર પ્રેવોટે પૂર્વ કોંગોમાં કટોકટીને નિવારવા પ્રમુખ મુસેવેનીની રાજકીયબંને નેતાઓએ ઉત્તર કોંગોમાં સંઘર્ષની સ્થિતિ વિશે ચર્ચા કરી તત્કાળ કાર્યવાહી જરૂરી હોવામાં સહમતિ દર્શાવી હતી હતી. તાજેતરના વિવાદના કારણે કિગાલી અને બ્રસેલ્સ વચ્ચે રાજદ્વારી સંબંધો રહ્યા ન હોવાથી પ્રેવોટ રવાન્ડાની મુલાકાત લઈ રહ્યા નથી. રવાન્ડાએ બેલ્જિયમ સાથે સંબંધો તોડી નાખ્યા હતા જેનો જવાબ બેલ્જિયમે વાળ્યો હતો.