રાજાને ૧૦૦ રાણીઓ અને ૫૦૦ બાળકોનો પરિવાર!

Saturday 20th June 2015 07:39 EDT
 
 

બાફુટઃ આફ્રિકાના કેમરૂનમાં અમ્બુબી દ્વિતીયને અંદાજે ૧૦૦ પત્ની છે! વર્ષ ૧૯૬૮માં પિતાનાં અવસાન બાદ અમ્બુબીએ બુફેટના ૧૧મા રાજા તરીકે ગાદી સંભાળી હતી. ત્યાં બહુપત્નીત્વને કાયદાકીય માન્યતા મળી છે. અહીંના ગ્રામીણ વિસ્તારમાં લોકો એકથી વધુ લગ્ન કરે છે પરંતુ લોકો મહત્તમ કેટલાં લગ્ન કરી શકે તે અંગે કોઈ મર્યાદા નક્કી નથી.

આ સ્થળ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે અને તેનો વિશ્વની સૌથી ખતરનાક જગ્યાની યાદીમાં સમાવેશ થાય છે. અહીંની વધુ એક વિચિત્ર પ્રથા એવી છે કે, જ્યારે રાજાનું મૃત્યુ થાય ત્યારે તેનો ઉત્તરાધિકારી તેની તમામ રાણીઓને પોતાની બનાવે છે. આ હિસાબે અમ્બુબી દ્વિતીય પાસે ૧૦૦ રાણીઓ છે, જેમાંથી ૭૨ તેના પિતાની રાણીઓ હતી.

આ તમામ રાણીઓથી અમ્બુબીને ૫૦૦ બાળકો છે. સામાન્ય રીતે અહીંની રાણીઓ સારી વક્તા હોય છે, અનેક ભાષાની જાણકાર અને સુશિક્ષિત પણ હોય છે. કેમરૂનમાં બહુપત્નીત્વપ્રથાને ઘણીવાર પડકારવામાં આવી છે, કારણ કે અહીં પ્રાચીન સમય કરતાં ઘણા ઓછા બહુવિવાહ થાય છે. આમ છતાં, રાજા કહે છે કે, તેમનું કામ સંસ્કૃતિ અને પરંપરાની જાળવણી કરવાનું છે. તેમની રાણીઓ તેમના માટે ખૂબ મહત્ત્વની છે. અહીં રાજા જ મુખ્ય ન્યાયાધીશ હોય છે અને પૂર્વજો માટે બલિ ચડાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter