રુટોએ ટાન્ઝાનિયા, યુગાન્ડાની માફી માગી

Wednesday 04th June 2025 07:00 EDT
 
 

નાઈરોબીઃ કેન્યાના પ્રમુખ વિલિયમ રુટોએ જાહેર માફી માગવા સાથે ટાન્ઝાનિયા, યુગાન્ડા અને વ્યાપક ઈસ્ટ આફ્રિકન દેશો સાથે સમાધાનનો સૂર વ્યક્ત કર્યો છે. પ઼ડોશી દેશ ટાન્ઝાનિયામાં બોલકા એક્ટિવિસ્ટ બોનીફેસ મ્વાંગી કેટલાક કેન્યન કર્મશીલોની અટકાયત અને તેમની સાથે ખરાબ વ્યવહારના પગલે રાજદ્વારી તણાવ વધ્યો છે ત્યારે રુટોએ માગેલી માફી સંબંધો સુધારી શકે છે.

નાઈરોબીમાં યોજાએલા એન્યુઅલ પ્રેયર બ્રેકફાસ્ટ ઈવેન્ટમાં રુટોએ દેશના યુવાવર્ગની પણ માફી માગતા જણાવ્યું હતું કે તેમણે જો ભૂલો કરી હોય તો માફી માગીએ છીએ. આપણા પડોશીઓ રવાન્ડા, ટાન્ઝાનિયા અને યુગાન્ડા સાથે પણ કાંઈ ખોટું કર્યું હોય તો તેમની પણ માફી માગીએ છીએ.

ટાન્ઝાનિયાના વિપક્ષી નેતા ટુન્ડુ લિસ્સુ વિરુદ્ધ દેશદ્રોહનો ખટલો ચાલે છે તેમાં હ્ાજરી આપવા ગયેલા કેન્યન કર્મશીલો પૈકી એક્ટિવિસ્ટ મ્વાંગીને કેન્યામાં દેશનિકાલ કરતા પહેલા તેમની પર અત્યાચાર ગુજારાયો હોવાના આક્ષેપો થયા છે. આના પરિણામે કેન્યાના સોશિયલ મીડિયામાં ભારે વિરોધ થયો હતો અને કેન્યાના નવલોહિયા યુવાવર્ગે લોકશાહી સ્વાતંત્ર્યને દબાવી દેવાના આક્ષેપો સાથે ટાન્ઝાનિયાના સત્તાવાળાઓની ભારે ટીકા કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter