કમ્પાલાઃ CEO મેગેઝિન ઓનલાઈન ન્યૂસની એક હેડલાઈનમાં ક્રેન બેંકનું BoU પ્રાયોજિત લિક્વિડેશન ગેરકાયદેસર હોવાનું જણાવાયું હતું. બેંક ઓફ યુગાન્ડા (BoU) યુગાન્ડાના મૂડીરોકાણકારો સાથે લડાઈમાં ઉતરી હોય તેવી આ કંઈ પહેલી ઘટના નથી. સુધીર રૂપારેલિયાના રૂપારેલિયા ગ્રૂપની એક મિલ્કત અને હાલ નિષ્ક્રિય એવી ક્રેન બેંકને ગેરકાયદેસર રીતે ફડચામાં લઈ જવા માટે માટે BoU એ HCCS ૪૯૩૨/૦૧૭ અને સિવિલ અપીલ ૨૫૨/૧૯ સહિત સંખ્યાબંધ કેસ દાખલ કર્યા છે.
BoUના અધિકારીઓ ફાઈનાન્સિયલ ઈન્સ્ટિટ્યુશન્સ એક્ટ, ૨૦૦૪ના બહાને પોતાના હોદ્દાનો દુરુપયોગ કરતા હોવાનું અને સ્થાનિક રોકાણકારોને હેરાન કરતા હોય તેમ લાગે છે. ઓડિટર જનરલ અને COSASE સહિતની જવાબદાર સંસ્થાઓએ તેની કાર્યવાહીને ખામીયુક્ત ગણાવી હોવા છતાં BoU કાયદાથી પર હોવાનું પૂરવાર કરવા માટે આગળ વધી રહી છે.
પ્રમુખ મુસેવેનીએ ૧૯૮૬માં સત્તા સંભાળી તે પછી ૧૯૭૨માં સ્વર્ગસ્થ પ્રમુખ ઈદી અમીન દ્વારા છીનવી લેવામાં આવેલી એશિયનોની મિલ્કતો પાછી સોંપવાના હેતુ સાથે ડિપાર્ટેડ એશિયન્સ પ્રોપર્ટી કસ્ટોડિયન બોર્ડ (DAPCB)ની રચના સાથે અન્ય પગલાં લીધા હતા. તેનાથી દુનિયાભરના રોકાણકારો સમક્ષ એવું ચિત્ર ઉપસ્યું કે તે રોકાણકારોના અધિકારોનું સન્માન અને રક્ષણ કરે છે. તેનાથી તેમની પ્રતિષ્ઠા વધી અને યુગાન્ડામાં ઘણાં રોકાણકારોએ મૂડીરોકાણ કર્યું.
યુગાન્ડા સમક્ષ બેરોજગારી મોટો પડકાર છે. ૨૦૧૪ના AfDBના અહેવાલ મુજબ યુગાન્ડાના કુલ બેરોજગારોમાં ૮૩ ટકા યુવાનો છે, જે BoU જેવી સરકારી સંસ્થાઓેને બેરોજગારી ઘટાડવા પગલાં લેવા સૂચવે છે. તેથી વિપરિત BoU વેરવૃત્તિથી પગલાં લઈ રહી હોય તેવું લાગે છે.
આથી ટેક્સપેયરોના નાણાં વેડફાઈ જાય તે પહેલા પરિસ્થિતિ સાચવી લેવા BoUના જે અધિકારી ભ્રષ્ટ હોય તેને ફાઈનાન્સ મિનિસ્ટરે દૂર કરવા જોઈએ.